જ્યારે મણકા વચ્ચેની ગાદી કરોડરજ્જુમાંથી નીકળતાં ચેતાતંતુ પર દબાણ કરે ત્યારે તેને સાયટીકા કહે છે.
જ્યારે મણકા વચ્ચેની ગાદી કરોડરજ્જુમાંથી નીકળતાં ચેતાતંતુ પર દબાણ કરે ત્યારે તેને સાયટીકા કહે છે. જ્યારે ગાડીના દબાણથી પગમાં શરીરની સૌથી મોટી ચેતા (સાયટીક નર્વ) પર ઈજા થવાથી કમરના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળિયા સુધી દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયટીકા તરીકે ઓળખવામાં આવે છે. શરીરનું વધારે વજન, બેઠાડું જીવન, વધુ મુસાફરી અને વધુ પડતી શ્રમયુક્ત રમત સાયટીકા થવાની શક્યતા વધારે છે. દરેક દર્દી દીઠ આ દુખવાની તીવ્રતા ઓછી-વત્તી હોય શકે છે, મોટાભાગના કિસ્સામાં એક જ બાજુના પગમાં તકલીફ થાય. ક્યારેક તકલીફ વધે તો બીજા પગમાં પણ અસર થાય છે. જો દુખાવાની સાથે પગના અમુક સ્નાયુઓમાં નબળાઈ જણાય અને એ વધતી રહે અથવા પેશાબ કે સંડાસ પરનું નિયંત્રણ ખોરવાઈ જતું લાગે તો તાત્કાલિક તપાસ કરાવીને ડોકટરી સારવાર લેવી જરૂરી છે. ક્યારેક આવી સ્થિતિમાં ઓપરેશન કરવવાની જરૂર ઊભી થાય છે.
કમરના દુખાવા અને સાયટીકા માટે કઈ તપાસ કરાવવી જરૂરી છે?
- એક્સ-રે
- સિટી સ્કેન
- એમ. આર. આઈ.
કમરના દુખાવા અને સાયટીકાની સારવાર :
- અઠવાડિયાથી મહિના સુધીનો આરામ.
- દર્દશામક દવાઓ.
- ગરમ અને ઠંડા પાણીનો શેક.
- કમરના મણકામાં આપવામાં આવતું ઈંજેકશન.
- ઘણી વખત અસહ્ય દુખાવો હોય કે જેમાં દવાઓ અને આરામથી ફાયદો ન થાય તો ઓપરેશન કરવાની જરૂર પડી શકે.
કમરનો દુખાવો અને સાયટીકામાં શું કાળજી રાખવી જોઈએ?
- વજન ઊંચકતી વખતે ક્યારેય પણ કમરથી વાંકા વળીને વજન ન ઊંચકવું. ઘુંટણથી પગ વાળીને વજન ઊંચકીને ઊભા થવું.
- લાંબા સમય સુધી ઊભા રહેવાનુ ટાળવું.
- સુવા માટે નરમ પથારી ન વાપરવી, કઠણ પથારીમાં જ ઘૂંટણ નીચે તકિયા રાખીને સુવુ.
- લાંબા ડ્રાઈવીંગમાં દર અડધા કલાકે આરામ લેવો.
- વાંકા વળીને કામ કરવાનું ટાળવું.
- કમરન સ્નાયુઓ મજબૂત થાય તેવી કસરત કરવી.